આણંદના આંકલાવના અંબાવમાં ભ્રષ્ટાચારનો અવાજ ઉઠાવતા યુવકને સરપંચ પરિવારે પેટ્રોલ છાંટી સળગાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, યુવકનો પુત્ર બચાવવા જતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અને મહિલા સરપંચ કોકિલા પઢિયાર સામે કર્યા હતા આક્ષેપ અને સરપંચના પતિ અને બે પુત્રોએ સળગાવવાનો કર્યો પ્રયાસ. સરપંચ સહિત ચાર વિરૂદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ.
ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર પર સરપંચ પરિવારે હુમલો કર્યો હોવાનો આરોપ
ભરતભાઈ પઢિયાર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હોવાનો આરોપ ફરિયાદીના પરિજનોએ લગાવ્યો છે, ભરતભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ભરતભાઈનો પુત્ર બચાવવા જતા તેને પણ ઈજાઓ પહોંચી છે, પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો કર્યો પ્રયાસ અને સરપંચ કોકિલાબેન પઢિયાર વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને સરપંચના પતિ અને તેમના બે પુત્રોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. સરપંચ સહિત ચાર વિરૂધ્ધ આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.













