ડમ્પર કાર સાથે અથડાતા કાર ડિવાઇડર પર ચઢી હતી અને અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ નથી, અકસ્માત થતા સ્થાનિકો મદદે પહોંચ્યા હતા અને કારને સાઈડમાં મૂકી હતી અને પોલીસે પણ આ માલે તપાસ કરી હતી.


[[$googlead]]

કાર યુ-ટર્ન લઈને રોડના ડિવાઇડર પર ચડી ગઈ

મળતી માહિતી અનુસાર, તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સેવાસી ચેક પોસ્ટથી પ્રિયા ટોકીઝ જવાના માર્ગે પાછળથી આવતા એક ડમ્પરે આગળ જઈ રહેલી કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરના જોરથી કાર યુ-ટર્ન લઈને રોડના ડિવાઇડર પર ચડી ગઈ હતી.


[[$alsoread]]

આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.539.26 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે


  • Follow us on: