સરપંચ અને જાગૃત નાગરિકે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ અને નાળામાં 3 પાઈપ નાખીને RCC દિવાલ 8 મીટર બતાવી છે, થુવાવી જૂથ ગ્રા.પં.ની ચૂંટણી સમયે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, 15 લાખની વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

ગેરવહીવટ થયો ત્રણ લાખ રૂપિયાનું આ નાડાનું બિલ ચૂકવાઇ ગયું

ડભોઇ તાલુકાના થુવાવી પંચાયતના અંબાવ ગામે ગ્રામ્ય કક્ષા નાણાપંચમાં 3 લાખ રૂપિયાનું નાળું બનવામાં આવ્યું માત્ર 3 જ પાઇપ નાખી તાલુકા પંચાયત દ્વારા કમ્પ્લીસન સર્ટિફિકેટ આપી દેવાયું .અને નાણાપંચની ગ્રાન્ટમાંથી નાણા પણ ચૂકવાઇ ગયા. થુવાવી ગ્રામ પંચાયતમાં જૂન 2025થી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી પરંતુ કોન્ટ્રાક્ટર તેમજ તલાટી અને વહીવટદારની મિલીભગતથી ચૂંટણીના આચાર સહિતા સમય દરમિયાન લાખો રૂપિયાનો ગેર વહીવટ થયો ત્રણ લાખ રૂપિયાનું આ નાડાનું બિલ ચૂકવાઇ ગયું જે અંબાવ ગામે સ્મશાનની આગળ જે નાળુ બનાવવામાં આવ્યું હતું.

તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ

જેનું એસ્ટીમેન્ટ ત્રણ લાખ રૂપિયા હતું જેમાં એમપીથ્રીની 6 નંગ પાઇપ તેમજ 13 મીટર લાંબી RCCની દીવાલો એસ્ટીમેન્ટમાં હતી પરંતુ સ્થળ પર 8 મીટર દીવાલો કરવામાં આવી અને ભ્રષ્ટાચારમાં ભાગીદાર બન્યા તલાટી , વહીવટદાર, s.o, ડેપ્યુટી એન્જિનિયર, તાલુકા વિકાસ અધિકારી સહિતના કામચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ભ્રષ્ટાચારને ચૂંટણીના આચારસંહિતાના સમયમાં આ બિલ કોન્ટ્રાક્ટરોને ચૂકવી તમામ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ઘેરાયા છે આ તમામ ભ્રષ્ટાચાર કર્યાની પોલ ભાવેશ પટેલ દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી સાતમા મહિનાની આરટીઆઇ ગોળ ગોળ ગોળ જવાબ આપ્યા હતા પરંતુ નાણાનું એસ્ટીમેન્ટ કે સી સી કે તેની પ્રમાણિત નકલો આપવામાં આવી ન હતી ભાવેશ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મૌખિક અને લેખિત રજૂઆતો કરતા આ ભ્રષ્ટાચાર તેમજ ડભોઇ તાલુકાના S.O જે એસ્ટીમેન્ટ બનાવે છે તેમણે કબૂલ્યું હતું.

[[$alsoread]]


આ પણ વાંચો : Chhota Udepurમાં ગેરકાયદે રેતી ખનન કરતા ટ્રકો સ્થાનિકોએ ઝડપ્યા, અંદરો અંદર ધંધાને લઈ બબાલ થતા ભાંડો ફૂટયો, જુઓ Video



  • Follow us on: