નરેન્દ્ર રાવતનું કહેવું છે કે, સરકારી સંસ્થાનો કર્મી રાજકીય પાર્ટીમાં ન હોઇ શકે અને વર્તમાન ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની યુનિ.ના કર્મી હતા તેઓ નિયમ મુજબ રાજીનામુ આપી ભાજપ પ્રમુખ બન્યા છે અને કાર્યવાહી નહી થાય તો સરકારમાં રજૂઆત કરીશું તેવી વાત સામે આવી છે.


[[$googlead]]

યુનિવર્સિટીમાં અત્યારે 1100 જેટલા વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે

વિદ્યાર્થીઓના વાયવા માટે ગાઇડ દ્વારા નામ આપવામાં આવતાં હોય છે. પીએચડીની કમિટી દ્વારા નામો ફાઇનલ કરીને વીસીને મોકલવામાં આવતાં હોય છે અને વીસી 2 એક્સપર્ટ નક્કી કરતા હોય છે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારના એક્સપર્ટનો સમાવેશ થતો હોય છે. બંને એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓના વાયવા લેવાય છે. ઘણીવાર એક્સપર્ટનો સમય મળવામાં વિલંબ થતો હોય છે, જેને પગલે પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ ડિગ્રીમાં વિલંબ થતો હોય છે.


[[$alsoread]]

આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં રેતી ભરેલા ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2ના ઘટના સ્થળે મોત



  • Follow us on: