સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસના ધ્યેય સાથે યોજાઇ રહેલી આ ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ સત્રના ગૃપ ડીસ્કશન્સમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સક્રિયપણે સહભાગી થયા હતા. વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અને વ્યકિતગત કામગીરી મૂલ્યાંકન, સંવર્ગોની પુનઃ રચના તથા સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડવું જેવા વિષયો પરના ચર્ચાસત્રમાં કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી, શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા, કૃષિ રાજયમંત્રી રમેશભાઇ કટારા અને ઉચ્ચ શિક્ષણ રાજયમંત્રી ત્રિકમભાઇ છાંગાએ શિબિરાર્થી વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ અને સુપર ન્યુમરી આસીસ્ટન્ટ કલેકટરોએ વિકસિત ગુજરાત @ ૨૦૪૭ માટે ક્ષમતા નિર્માણથી ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ ૨૦૩૫ માં ઉજવાય ત્યાં સુધીના દાયકામાં રાજયને માનવ સંસાધન વિકાસ, વર્કફોર્સનું કેપેસીટી બિલ્ડીંગ માટેના પ્લેટફોર્મ પૂરૂ પાડીને ભવિષ્યલક્ષી ટેકનોલોજીથી સજ્જ માનવબળ માટેની દિશામાં ચિંતન કર્યુ હતું.









