મહેસાણા જિલ્લાના કડી ખાતે વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન RSSના આગેવાન જીગ્નેશ સોનીએ મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે હિન્દુ એકતા પર ભાર મૂકતા કહ્યું કે સમાજમાં વધતા જ્ઞાતિવાદને કારણે એકતા ખંડિત થઈ રહી છે, જે ચિંતાનો વિષય છે.


સમાજ માટે વિચારવા જેવી બાબત

જીગ્નેશ સોનીએ દાવો કર્યો કે કડી તાલુકાનું એક આખું ગામ ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યું છે, જે સમાજ માટે વિચારવા જેવી બાબત છે. ઉપરાંત, તેમણે જણાવ્યું કે દેશના 6 રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે, જે પરિસ્થિતિ ગંભીર છે. તેમણે લોકોને સંબોધતા ચેતવણી આપી કે જો હિન્દુ સમાજ એક નહીં થાય તો ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે એક નહીં થાવ તો દરિયામાં ડૂબી જશો જેવી તીવ્ર ભાષામાં તેમણે એકતા માટે અપીલ કરી હતી.

  • Follow us on: