વલસાડ જિલ્લાના વાપીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોને કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર થવુ પડ્યું છે. મહાનગર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી કાગળ પર હોય તેવી સ્થિતિ સામે આવી છે.
વાપીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો













