અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આવેલા આંબરડી સફારી પાર્કની બહાર સિંહ પરિવારની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ સિંહો સફારી પાર્કના પાંજરામાં રહેલા સિંહો નહીં, પરંતુ જંગલ વિસ્તારમાં મુક્ત રીતે વસતા સિંહો હતા. ધારીના આંબરડી માર્ગ પરથી 3 સિંહ પસાર થયા હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે માર્ગ પરથી પસાર થતા લોકો અને પ્રકૃતિપ્રેમીઓમાં કુતૂહલ સર્જાયું હતું.

સફારી પાર્કની બોર્ડર નજીક સિંહ, સિંહણ અને સિંહબાળ કેમેરામાં કેદ

આંબરડી સફારી પાર્કની બોર્ડર નજીક સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતના સિંહ પરિવારે સહજ રીતે લટાર મારી હતી. માર્ગ પર સિંહ પરિવારની આ હિલચાલ કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. સિંહ પરિવાર સાથે પસાર થતા આ દ્રશ્યો સ્પષ્ટ અને આકર્ષક હોવાથી થોડા જ સમયમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા.


મોબાઈલ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

આંબરડી માર્ગ પર સિંહ પરિવારની લટારનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધારી અને અમરેલી પંથકમાં જંગલની આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવરના દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે આંબરડી સફારી પાર્ક બહાર સિંહ પરિવારના વાયરલ વીડિયોને લોકો મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : Mehsanaના ખેરાલુમાં દીપડો દેખાયો, મલેકપુર બસ સ્ટેન્ડ નજીક CCTV ફૂટેજમાં કેદ, વનવિભાગની ટીમ પહોંચી