ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ઉના અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે, અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.
ખત્રીવાડા ગામ સંપર્કવિહોણું બન્યું
આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે સનખડાથી ખત્રીવાડા વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.


