ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓને પગલે વહીવટી તંત્ર અને બંદર વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયા છે. તેજ પવન ફૂંકાવાની અને દરિયો તોફાની બનવાની હવામાન વિભાગની આગાહીને પગલે સુવિખ્યાત વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવી દેવામાં આવ્યું છે.

દરિયામાં ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવાઈ

બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગતાં જ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલમાં જે બોટો દરિયામાં મચ્છીમારી માટે ગયેલી છે, તેમને તાત્કાલિક અસરથી સુરક્ષિત રીતે કાંઠે પરત લાવવા માટે સૂચના જાહેર કરી દેવાઈ છે. બંદરે કાંઠે ઊભેલી તમામ બોટોને પણ તીવ્ર પવન સામે રક્ષણ મેળવવા મજબૂત રીતે બાંધી રાખવા આદેશ અપાયા છે.

Gir Somnath Rain Update: Veraval Port Alert: Signal No. 3 Hoisted, Fishermen Warned Not to Venture into Sea

અફવાઓથી દૂર રહેવા અને તંત્રનો સંપર્ક કરવા અપીલ

બંદર તંત્ર દ્વારા માછીમારો અને અરીસાકાંઠાના રહીશોને માત્ર સત્તાવાર અને અધિકૃત હવામાન બુલેટિન પર જ વિશ્વાસ રાખવા તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. બિનજરૂરી દરિયાઈ અવરજવર ટાળવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની કટોકટી કે ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બંદર કંટ્રોલ રૂમ અથવા તો સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા માટે ખાસ જણાવાયું છે.


આ પણ વાંચો - Gir Somnath: કાવડિયાઓના જળાભિષેક સાથે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ આજથી શ્રાવણમય બનશે