ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ધમાકેદાર રીતે શરૂ થઈ ગયો છે. રવિવારની સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકમાં જ રાજ્યના 57 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે મૂડમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.

વલસાડના પારડીમાં સૌથી વધુ 2.91 ઈંચ વરસાદ

જો રવિવારના વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડ જિલ્લો ટોપ પર રહ્યો છે. વલસાડના પારડીમાં સૌથી વધુ 2.91 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય કપરાડામાં પણ 1.26 ઈંચ વરસાદ પડતા નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

https://twitter.com/sandeshnews/status/2078783178597450007

નવસારી અને સુરતમાં પણ મેઘ મહેર

નવસારી જિલ્લામાં પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીના જલાલપોરમાં 1.54 ઈંચ અને નવસારી શહેરમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચીખલીમાં 1.18 ઈંચ વરસાદ પડ્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ 1.18 ઈંચ અને પલસાણામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


આ પણ વાંચો - Gujarat Weather : આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 23 જિલ્લામાં વરસાદની આગાહી, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ