રાજ્યભરમાં મેઘરાજા મુસળધાર બેટિંગ કરી રહ્યા છે. બુધવારની સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં જ રાજ્યના 90 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે અને ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

વલસાડમાં મુસળધાર 6 ઈંચ, સુરત અને તાપીમાં પણ ભારે આંકડા

વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ જિલ્લામાં માત્ર 6 કલાકમાં જ સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • વલસાડ: પારડી અને ઉમરગામમાં 4.5 ઈંચ, કપરાડા અને નાનાપોંઢામાં 3-3 ઈંચ વરસાદ.
  • સુરત: પલસાણામાં 5 ઈંચ, મહુવામાં 4 ઈંચ, અંબિકા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ અને કામરેજમાં 2 ઈંચ વરસાદ.
  • તાપી: વ્યારા અને વાલોડમાં 4-4 ઈંચ, જ્યારે ડોલવણમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.


Gujarat Rain Updates: Heavy Rainfall in 90 Talukas, Valsad Records 6 Inches in 6 Hours

નવસારી પંથક પાણી-પાણી, અન્ય 72 તાલુકામાં પણ મેઘમહેર

નવસારી જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણદેવી, ખેરગામ, ચીખલી અને જલાલપોર તાલુકામાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે નવસારી શહેરમાં માત્ર 6 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબીમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 72 તાલુકાઓમાં પણ 1 થી 2 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Gujarat Rain Updates: Heavy Rainfall in 90 Talukas, Valsad Records 6 Inches in 6 Hours

આ પણ વાંચો - Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા: વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટીએ, સુરતનો ભેસ્તાન વિસ્તાર જળબંબાકાર, Video