દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વરસતા તોફાની વરસાદને કારણે નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતના 9 જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી જતાં ઘોડાપૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. 

પારડી, કાશમીર નગર અને બંદર રોડ પર નદીના પાણી ફરી વળ્યા

વલસાડના પારડી, કાશમીર નગર અને બંદર રોડ પર નદીના પાણી ફરી વળ્યા છે, જ્યારે ભાગડા ખુર્ડ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર દ્વારા NDRF ની ટીમ ગ્રાઉન્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે.

South Gujarat Floods: Auranga River Crosses Danger Mark, 463 Roads Closed

ભેસ્તાન વિસ્તારમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ

સુરતમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચારેકોર તારાજીના દ્રશ્યો સર્જાયા છે, જેમાં ખાસ કરીને ભેસ્તાન વિસ્તારમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ ઊભી થઈ છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અનેક રસ્તાઓ અને મોટી સોસાયટીઓના મુખ્ય ગેટ બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ જળભરાવને કારણે સવારે સ્કૂલે જતા નાના માસૂમ બાળકો અને નોકરી-ધંધે નીકળેલા સ્થાનિક રહીશો ભારે અટવાયા હતા. ચારેય તરફ પાણી ફરી વળતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન કામગીરીની ઉઘાડી પડેલી પોલ અને તંત્રની ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

South Gujarat Floods: Auranga River Crosses Danger Mark, 463 Roads Closed

કાવેરી નદી બે કાંઠે વહેતી થતાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ 

નવસારીના ચીખલીમાં પણ કાવેરી નદી બે કાંઠે વહેતી થતાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. જળસ્તરમાં સતત વધારો થતાં પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જલારામ મંદિરના પગથિયાં સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરીને તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરાઈ છે. 

https://youtu.be/VOpYoAIavws    


સમગ્ર રાજ્યમાં 643થી વધુ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ 

અતિભારે વરસાદના પગલે સમગ્ર રાજ્યમાં 643થી વધુ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓને સૌથી વધુ અસર પહોંચી છે. વલસાડમાં સૌથી વધુ 281, નવસારીમાં 131, તાપીમાં 18 અને સુરતમાં 12 માર્ગો બંધ કરાયા છે. સુરત-નવસારી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. 


આ પણ વાંચો  :    Ahmedabad : બોપલમાં દીપડા જેવું જંગલી જાનવર દેખાતા હડકંપ: કાર નીચે સંતાયા બાદ ભાગતો વીડિયો સામે આવ્યો, Video