પોરબંદર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ માધવપુર અને આસપાસનો ઘેડ વિસ્તાર હાલમાં ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયો છે. માધવપુરમાં છેલ્લા 3 દિવસમાં આભ ફાટ્યું હોય તેમ 15 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદનું તમામ પાણી ઘેડ વિસ્તારમાં ધસી આવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો ચિંતાતુર

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે ઘેડ વિસ્તારના મંડેર, સરમા, સમરડા અને ચિનગરીયા સહિતના અનેક ગામોના ખેતરો એકસાથે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો જાણે મોટા તળાવ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે જળબંબાકારના કારણે જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. વાવણી લાયક સિઝનમાં જ ખેતરો બેટ બની જતાં ખેડૂતો માટે વાવણી કરવાની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે.

https://twitter.com/sandeshnews/status/2073752024957788360

મેળાનું ગ્રાઉન્ડ ડૂબ્યું, વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ

વરસાદી પાણીની ભયાનકતા એટલી છે કે, જગપ્રસિદ્ધ માધવપુર મેળાનું આખું ગ્રાઉન્ડ પાણીમાં ડૂબી ગયું છે. મેળા ગ્રાઉન્ડની આસપાસ આવેલી દુકાનો સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. દુકાનોમાં પાણી ભરાવાના ભય અને રસ્તાઓ બંધ થવાના કારણે સ્થાનિક વેપારીઓને પોતાના કામ-ધંધા બંધ કરીને ઘરે બેસવાનો વારો આવ્યો છે. સમગ્ર ઘેડ પંથક હાલ પાણીની મધ્યે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે.


https://www.instagram.com/reel/DaaN4L3gnSP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==


આ પણ વાંચો - Porbandarના માધવપુરમાં ઘોડાપૂરની સ્થિતિ, જુઓ VIDEO