દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત આફત અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સુરત વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વાતાવરણમાં સર્જાયેલી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને સમગ્ર જિલ્લા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
1 ઓગસ્ટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને રજા
હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણીને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શનિવાર, 1 ઓગસ્ટ 2026ના રોજ સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે, આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકોને પણ રજા રાખવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
