વડોદરા શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી એટલે કે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની ઇનિંગ્સની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે અને નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

કલેક્ટરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આપ્યા આદેશ

વરસાદના રેડ એલર્ટ અને આગામી 24 કલાકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવતીકાલે પણ વડોદરાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Vadodara Rain Update: Schools and Colleges Closed 1 August Due to Red Alert

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સાવચેતીના પગલા

ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહનવ્યવહાર ખોરવાવાની શક્યતાઓને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી નાના બાળકો અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, બિનજરૂરી બહાર જવાનું ટાળે અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.


આ પણ વાંચો - Gujarat Police: 112 જનરક્ષક વાહનો માટે મોટો નિર્ણય, DGP એ અલગ પોલીસ મહેકમ બનાવવાનો આપ્યો હુકમ