રાજ્યભરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જ્યારે અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીની વરસી રહ્યા છે. વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં શીલજ ગામમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને બસ ફસાઈ ગઈ છે.
વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં મેઘરાજા વહેલી સવારથી મનમુકીને વરસ્યા છે. જ્યારે છેલ્લા એક કલાકમાં વરસાદે પકડ્યું જોર પકડ્યું છે અને 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. શહેરમાં ચારેય તરફ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જોકે, ભારે વરસાદના પગલે 15 જેટલા રૂટ પર પાણી ભરાયા હોવાથી ત્યાં ન જવા AMC દ્વારા સૂચના આપવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થવાની પણ પરિસ્થિતિ સામે આવી છે. આ સિવાય ફાયર વિભાગને પણ ઇમરજન્સી કોલ મળ્યા છે. વૃક્ષ ધરાશાયી થવાના 10, દીવાલ પડવાના 2, ફાયરને લગતા 8 કોલ આવ્યા છે. નોંધનીય છે કે, પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાહનોની લાંબી લાઇન અને ચારેય તરફ પાણી ભરાયા છે.
