ગુજરાતમાં ચોમાસાનો માહોલ વધુ આક્રમક બન્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે વધુ મજબૂત બનીને 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ જતાં રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ દ્વારા સવારે 7:00 થી 10:00 વાગ્યા સુધીના સમયગાળા માટે વિશેષ આગાહી જાહેર કરીને રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદમાં રેડ એલર્ટ 

તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ભીતિને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે. આ સિવાય અમદાવાદ, આણંદ અને ભાવનગરમાં પણ મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે.

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ 

બીજી તરફ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2083372372078510314   


આ વિસ્તારોમાં યલો એલર્ટ 

આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ખેડા, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

તમામ જિલ્લા કલેક્ટરો એલર્ટ 

હવામાન વિભાગની આ ગંભીર ચેતવણીને પગલે રાજ્ય પ્રશાસન અને તમામ જિલ્લા કલેક્ટરો એલર્ટ મોડ પર આવી ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે, જ્યારે NDRF અને SDRFની ટીમોને કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.  


આ પણ વાંચો   :   Monsoon 2026 : રેડ એલર્ટ છતાં અમદાવાદમાં હજું સુધી એક ટીપું પડ્યું નહી તેવો સવાલ થાય છે ? જાણો Google શું કહે છે