ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાત્રે 1 વાગ્યા સુધી માટે ફરી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

12 જિલ્લામાં રેડ એલર્ટ

બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર અવરજવર ખોરવાવા અને સ્થાનિક જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.

25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાદરા અને નગર હવેલી, દાહોદ, દમણ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

લોકોને સાવચેત રહેવા અપીલ

હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. નદી-નાળા, કોઝવે અને ડેમ નજીક જવાનું ટાળવા પણ ચેતવણી આપવામાં આવી છે.

રાત્રે 1 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં વરસાદને લઈને ફરી તંત્ર સક્રિય બન્યું છે. રાત્રે 1 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, દ્વારકા, દીવ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ સહિત 12 સ્થળોએ રેડ એલર્ટ છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  


આ પણ વાંચો    :    Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત