ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. પવનની ગતિમાં વધારો થતાં લોકોને ઠંડીનો વધુ અહેસાસ થશે. રાજ્યમાં પવનની ઝડપ 20થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર-પૂર્વના પવનોને કારણે ઠંડી વધશે

રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં ઠંડીનો અનુભવ વધશે. હવામાન વિભાગના અનુમાન મુજબ લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પવનની ગતિમાં વધારો થતાં રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.

20થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યમાં પવનની ગતિ 20થી 25 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે. પવનની ઝડપ વધતાં તાપમાનમાં ઘટાડાની સાથે ઠંડીનો અહેસાસ પણ વધુ થશે.

દરિયાકાંઠે 50 કિમીની ઝડપે પવનની આગાહી

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

નલિયામાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન

રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં લઘુતમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનોની અસર અને પવનની વધતી ગતિને કારણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે દરિયાકાંઠે પવનની ગતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  


આ પણ વાંચો :     Dabhoi : ‘સંઘ કે VHP પાછળ ફરવાથી ટિકિટ મળે?’ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો