ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે અત્યંત મોટી અને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે વરસાદની 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આગામી કલાકોમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે.
એલર્ટ જાહેર
આ સિસ્ટમની અસરને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદની સાથે સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર મધ્યગુજરાતમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને વડોદરા ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી તેમજ દાદરા નગર હવેલીમાં વહીવટી તંત્રને સાબદું કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો બોટાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં દરિયાઈ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો---- Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ