નૈઋત્ય ચોમાસાની વિદાય માટે હવે હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતીકાલથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

રાજસ્થાનથી શરૂ થશે ચોમાસાની વિદાય

સામાન્ય રીતે નૈઋત્ય ચોમાસાની વિદાયની શરૂઆત ઉત્તર-પશ્ચિમ ભારતના રાજસ્થાનથી થાય છે. આ વર્ષે પણ શરૂઆત રાજસ્થાનથી થવાની શક્યતા છે. ચોમાસાની વિદાય માટે જરૂરી હવામાન પરિસ્થિતિઓ હવે અનુકૂળ બની રહી છે.

આ વખતે ચોમાસામાં દેશમાં 15 ટકાની ઘટ 

સ્કાયમેટે જણાવ્યું કે ચોમાસુ આવતીકાલે, 19 સપ્ટેમ્બરથી તેની વિદાય શરૂ કરશે. શરૂઆતમાં, તે પશ્ચિમ રાજસ્થાનથી પીછેહઠ કરશે. જોકે, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને પર્વતોમાં વરસાદ લગભગ બંધ થઈ જશે. પૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેશે. હવે, દક્ષિણ ભારતમાં પણ ચોમાસુ સક્રિય થઈ શકે છે., આ વખતે ચોમાસામાં દેશમાં 15 ટકાની ઘટ રહી છે 1 જૂનથી 30 સપ્ટેમ્બરના ગાળામાં નોર્મલ વરસાદ કરતા 15 ટકા ઘટ છે. લો પ્રશર વિસ્તાર બનવાનો છે બંગાળની ખાડીમાં થાઇલેન્ડ ક્રોસ કરીને બંગાળની ખાડીમાં ઓરિસ્સા તરફ આવી રહ્યું છે તો સાથે એન્ટી સાયક્લોન પણ બની રહ્યું છે રાજસ્થાન પર જેથી ગઇકાલથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ છે. એક વરસાદી સિસ્ટમ સક્રીય છે જે ધીમે ધીમે ઘટી જશે. લો પ્રેશરના કારણે આંદોમાન નિકોબારમાં ભારે વરસાદ પડશે અને મરાઠવાડાથી કેરલ સુધી ટ્રફ બની રહ્યો છે જેથી તમિલનાડું કેરળ કોસ્ટલ કર્ણાટકમાં વરસાદ પડશે. સિઝનલ ટ્રફ મધ્ય ભારત ઉપરથી પસાર થઇ રહ્યો છે. 19 તારીખથી હવાની દિશા બદલાશે અને પશ્ચિમી સૂકી હવા આવશે જેથી પશ્ચિમી રાજસ્થાનની ચોમાસાની વિદાય થઇ શકે છે.  

સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર

દેશમાંથી ચોમાસાની વિદાય શરૂ થવાની સામાન્ય તારીખ 17 સપ્ટેમ્બર માનવામાં આવે છે. જોકે, આ વર્ષે વિદાયની પ્રક્રિયા સામાન્ય તારીખ કરતાં આશરે 2 દિવસ મોડી શરૂ થઈ શકે છે.

Monsoon Withdrawal Likely From September 19

15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું પાછું ખેંચાશે

ચોમાસાની વિદાય તબક્કાવાર આગળ વધશે. આગામી અઠવાડિયાઓમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી નૈઋત્ય ચોમાસું પાછું ખેંચાતું જશે અને આખા દેશમાંથી 15 ઓક્ટોબર સુધીમાં તેની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.

અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થયો

રાજ્યમાં કુલ 84 ઈંચ વરસાદ નોંધાયો છે. તે છતાંય હજી 42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો હજુ માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે.

Monsoon Withdrawal Likely From September 19

42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે. આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે. 

ચોમાસાની વિદાય કેવી રીતે થાય છે?

વરસાદની સિઝન અચાનક પૂરી થતી નથી, હવામાનમાં ધીમે-ધીમે બદલાવ આવે છે. ચોમાસું ભારતમાં માત્ર વરસાદનું નામ નથી, પરંતુ પવનની દિશા, ભેજ, તાપમાન અને હવાના દબાણમાં થતા મોટા ફેરફારોની પ્રક્રિયા છે. ચોમાસાની વિદાય પણ એક જ દિવસમાં થતી નથી. તે સામાન્ય રીતે તબક્કાવાર થાય છે.

Monsoon Withdrawal Likely From September 19


1. પવનની દિશા બદલાવા લાગે છે

ચોમાસા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ભેજવાળા પવનો ભારત તરફ આવે છે. ચોમાસાની વિદાય શરૂ થતાં જમીન અને વાતાવરણની સ્થિતિ બદલાય છે અને આ પવનો ધીમે-ધીમે નબળા પડવા લાગે છે.

2. વરસાદની સિસ્ટમ નબળી પડે છે

ચોમાસા દરમિયાન વરસાદ માટે જરૂરી ભેજ અને હવામાનની સિસ્ટમ સક્રિય રહે છે. વિદાયના તબક્કામાં વરસાદ લાવતી સિસ્ટમોની આવર્તન અને તીવ્રતા ઘટવા લાગે છે.

3. હવામાં ભેજ ઘટે છે

ચોમાસું પાછું ખેંચાય ત્યારે વાતાવરણમાં રહેલી ભેજ ધીમે-ધીમે ઓછી થાય છે. પરિણામે વાદળછાયું વાતાવરણ ઘટે છે અને આકાશ વધુ સ્વચ્છ દેખાવા લાગે છે.

Monsoon Withdrawal Likely From September 19

4. દિવસ-રાતના તાપમાનમાં ફેરફાર

ચોમાસાની વિદાય સાથે દિવસ દરમિયાન ગરમી ફરી અનુભવાય છે, જ્યારે રાત્રિના તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો શરૂ થઈ શકે છે. આ સમયગાળાને ઘણા વિસ્તારોમાં પોસ્ટ-મોન્સૂન ટ્રાન્ઝિશન તરીકે જોવામાં આવે છે.

5. હવાનું દબાણ બદલાય છે

ચોમાસાની વિદાય પાછળ હવાના દબાણમાં થતા ફેરફારો પણ મહત્વપૂર્ણ છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં જમીન ઠંડી પડતાં હવાના દબાણની સ્થિતિ બદલાય છે અને ચોમાસાના પવનો પાછા ખેંચાવા માટે વાતાવરણ તૈયાર થાય છે.

Monsoon Withdrawal Likely From September 19

6. સૌથી પહેલા ક્યાંથી વિદાય?

ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી શરૂ થાય છે. ત્યારબાદ તે ધીમે-ધીમે મધ્ય અને અન્ય વિસ્તારો તરફ આગળ વધે છે.

ગુજરાતમાં શું થાય?

ગુજરાતમાં ચોમાસાની વિદાય દરમિયાન વરસાદની ઘટનાઓ વચ્ચેનું અંતર વધવા લાગે છે. સતત વરસાદના બદલે છૂટોછવાયો વરસાદ જોવા મળે છે અને વાતાવરણમાં ભેજ ઘટવા લાગે છે. જોકે અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ હોય તો વિદાયના સમયગાળામાં પણ વરસાદ થઈ શકે છે.

ચોમાસું ગયું કે નહીં તે કેવી રીતે નક્કી થાય?

માત્ર 2-3 દિવસ વરસાદ ન પડ્યો એટલે ચોમાસું પૂરું થઈ ગયું એવું કહી શકાય નહીં. હવામાન વિભાગ ચોમાસાની વિદાય નક્કી કરતી વખતે વરસાદની સ્થિતિ સાથે પવનની દિશા, ભેજ અને અન્ય હવામાન પરિબળોને પણ ધ્યાનમાં લે છે.

“ચોમાસું અચાનક જતું નથી... કુદરત પહેલા પવન બદલે છે, પછી ભેજ ઘટાડે છે અને અંતે વરસાદને વિદાય આપે છે!”




આ પણ વાંચો  :   Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video