અવિરત વરસેલા અતિભારે વરસાદને કારણે અમદાવાદ-બાવળા હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચોમેર કમરટોળ પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ પરિસરમાં અંદાજિત 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે છેલ્લા બે દિવસથી રાત-દિવસ મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ 

સ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ , ભારતીય આર્મી અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ છે. ઘટનાસ્થળે પહોંચેલા રેન્જ આઈજી તેમજ જિલ્લા એસપી એ પોતે ટ્રેક્ટરમાં બેસીને પાણીમાં ગરકાવ વિસ્તારોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા સૂચનાઓ આપી હતી.

400 લોકોને બચાવાયા

તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ દિલધડક ઓપરેશનમાં અત્યાર સુધીમાં અંદાજિત 400 લોકોને બોટ અને હેલિકોપ્ટરની મદદથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. 

હજું પણ 500 લોકો ફસાયેલા છે

જોકે, હજુ પણ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 500 જેટલા લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. તમામ ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. 


આ પણ વાંચો    :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?