અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્માર્ટ સિટી અને 'પ્રી-મોન્સૂન પ્લાન'ના મોટા મોટા દાવાઓની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. શહેરના ઘુમા વિસ્તારમાં અનરાધાર વરસાદ બાદ કમરથી ગળાડૂબ પાણી ભરાઈ જતાં રસ્તાઓ નદી અને દરિયામાં ફેરવાઈ ગયા છે. આકાશી આફત વચ્ચે સ્થિતિ એટલી વિકટ બની છે કે સ્થાનિકોને અવરજવર માટે સામાન્ય વાહનો છોડીને બોટનો સહારો લેવો પડી રહ્યો છે.

જળબંબાકારના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ

ઘુમા વિસ્તારમાં જળબંબાકારના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર વહેતા પાણીના પ્રવાહને કારણે લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. 

Smart City Ahmedabad Flood: Boats Deployed in Ghuma as Roads Submerge

વિકાસના દાવા વચ્ચે બોટની સફર

વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. "વિકાસના દાવા વચ્ચે બોટની સફર" કરવા મજબૂર બનેલા લોકો હવે પ્રશાસનને સીધો સવાલ કરી રહ્યા છે કે દર વર્ષે કરોડોના ખર્ચે થતી કામગીરી ક્યાં ગઈ? 

https://www.instagram.com/reel/DbNSbSRlLXN/?utm_source=ig_web_button_share_sheet    


લોકોને ભારે આર્થિક નુકસાન 

દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પંપ મૂકીને પાણી ઓસાડવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ઘુમાવાસીઓ બે હાથ જોડીને ઉગ્ર માંગ કરી રહ્યા છે. 


આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?