ગુજરાતમાં ચોમાસાની ઋતુ ફરી એકવાર સંપૂર્ણ મિજાજમાં આવી ગઈ છે. હવામાન ક્ષેત્રે થયેલી તાજી માહિતી મુજબ, હાલમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. વરસાદી આફતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ સાથે સૂચના આપી દેવામાં આવી છે.

ગાજવીજ સાથે વરસાદ 

મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વાદળગર્જના સાથે વરસાદ વરસશે. 

મધ્ય ગુજરાતમાં પણ ચેતવણી

આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને છોટાઉદેપુરમાં પણ વિરામ બાદ મેઘરાજા જોરદાર બેટિંગ કરશે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

રાત્રે આણંદમાં જોરદાર વરસાદ

બીજી તરફ, આણંદ જિલ્લામાં એક સપ્તાહના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા તોફાની વરસાદના કારણે આણંદના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક પડેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક રહીશો તથા ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળી રહી છે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત