રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલ ગુજરાત પર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે. જોકે, રાહતની વાત એ છે કે તંત્ર દ્વારા અત્યારના તબક્કે મુસળધાર કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે.

હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં મેઘમહેર જોવા મળશે. આ સાથે જ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. બીજી તરફ, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ગરમીથી મોટી રાહત મળવાની અપેક્ષા છે.  


આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન