ગુજરાતમાં ચોમાસું અતિ આક્રમક મૂડમાં આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પર બે અલગ-અલગ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થતાં રાજ્યમાં મેઘરાજા મુસળધાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
આજે ખાસ કરીને બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને સરહદી પંથક વાવ-થરાદમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ
વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે પણ વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, બોટાદ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
28 અને 29 જુલાઈએ વરસાદનું જોર થોડું ઘટશે
આગાહી મુજબ, આગામી 28 અને 29 જુલાઈએ વરસાદનું જોર થોડું ઘટશે અને સામાન્ય વરસાદ રહેશે. જોકે, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની તીવ્રતા વધશે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અવિરત વરસાદની શક્યતાઓને પગલે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?