ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે રાહતના સૌથી મોટા સમાચાર આપ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ-ત્રણ મજબૂત સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. જો કે, વરસાદની વચ્ચે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.


માછીમારો માટે હાઈ એલર્ટ

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ ગંભીર સ્થિતિને જોતા 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક વહીવટી સૂચના આપવામાં આવી છે.

જિલ્લાવાર વરસાદની આગાહી

આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદ પંથકમાં વરસાદની સંભાવના છે, જ્યારે પાટણ, અરવલ્લી અને પંચમહાલમાં પણ છૂટાછવાયા ઝાપટાં પડશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે

બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે, જ્યારે નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સારો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિત અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદી ઇનિંગ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો હવે વાવણીલાયક વરસાદની આશા રાખી રહ્યા છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ

  • Follow us on: