ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં પણ હવામાન પર નજર ટકેલી છે.


હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

આ જિલ્લામાં પણ પડી શકે હળવો વરસાદ

મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના. જ્યારે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા યથાવત છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. વરસાદની આગાહીના કારણે ખેતીના કામકાજમાં પણ અસર જોવા મળી શકે છે.  


આ પણ વાંચો  :      Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?