સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સિસ્ટમ પૂર્ણપણે સક્રિય થતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં રાજ્યના કુલ 115 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ચરોતર પંથકમાં મુસળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ

સૌથી વધુ અસરગ્રસ્ત સુરત જિલ્લાનું ઉમરપાડા રહ્યું છે, જ્યાં 6 કલાકમાં આકાશી આફતરૂપે સૌથી વધુ 8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર સવારે 10 થી 12 વાગ્યાના 2 કલાકમાં જ ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ પડી ગયો હતો. 

https://www.instagram.com/reel/Dbchi8qDxaI/?utm_source=ig_web_button_share_sheet  


વસો અને આણંદના બોરસદમાં 6.5 ઈંચ

આ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે. ખેડાના વસો અને આણંદના બોરસદમાં 6.5 ઈંચ, જ્યારે નડિયાદ, ખંભાત તેમજ નર્મદાના સાગબારા અને ગરુડેશ્વરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે.

https://twitter.com/sandeshnews/status/2083084025716187461  


નેત્રંગ અને નર્મદાના ડેડિયાપાડામાં 4.5 ઈંચ

દક્ષિણ ગુજરાત અને ચરોતર પંથકમાં પણ ભારે વરસાદનું જોર યથાવત રહ્યું છે. ભરૂચના નેત્રંગ અને નર્મદાના ડેડિયાપાડામાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. ખેડાના મહુધા, સુરતના એરઠ, બારડોલી અને પલસાણા, તાપીના સોનગઢ, આણંદના સોજીત્રા તથા નવસારી શહેરમાં 4-4 ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.


https://twitter.com/sandeshnews/status/2083102069968494717 


સુરતના માંગરોળમાં 3.5 ઈંચ

અન્ય વિસ્તારોની વાત કરીએ તો, સુરતના માંગરોળમાં 3.5 ઈંચ, તાપીના વ્યારા તથા નિઝર અને ભરૂચના હાંસોટમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 1.5 ઈંચ, વડોદરા શહેરમાં 2 ઈંચ અને કપડવંજમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના અન્ય 94 તાલુકાઓમાં પણ ધીમી ધારેથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડતાં જળસ્તરમાં વધારો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 


આ પણ વાંચો   :    Monsoon 2026 : રેડ એલર્ટ છતાં અમદાવાદમાં હજું સુધી એક ટીપું પડ્યું નહી તેવો સવાલ થાય છે ? જાણો Google શું કહે છે