ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, રાજ્ય પર એક સાથે 5 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે
વિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ રહેશે. આ સાથે મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદ પડવાની આગાહી છે.
