ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જળવાઈ રહેશે. તેમાંથી પણ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં મુશળધારથી અતિભારે વરસાદ ખાબકવાની ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

એકસાથે 4 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં એકસાથે 4 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શેયર ઝોન અને ચોમાસુ ટ્રફનો સમાવેશ થાય છે. આ મજબૂત સિસ્ટમ્સના કારણે સમગ્ર રાજ્યમાં મેઘરાજા ગાજવીજ સાથે બેટિંગ કરી રહ્યા છે. 

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર

સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે, જેને પગલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. 

ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લાઓમાં પણ 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ ઘેરાયું છે અને સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.  


આ પણ વાંચો  :    Live Ahmedabad Rain: અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી, 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય