ચોમાસાની સીઝન જામતાની સાથે જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદનું 'નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લાઓમાં વરસાદ
આ નવીનતમ બુલેટિન અનુસાર, આગામી થોડા કલાકો સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લાઓમાં વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે અત્યંત ભારે વરસાદ ખાબકવાની દહેશત વ્યક્ત કરીને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.













