સુરત શહેરમાં સતત વરસી રહેલા તોફાની વરસાદના કારણે પૂર જેવી વિકટ સ્થિતિ નિર્માણ પામી છે. શહેરમાં મેઘતાંડવના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત
મુસળધાર વરસાદથી શહેરની મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ જતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તમામ વિસ્તારોમાં રેડ અલર્ટ અને ચેતવણીની સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે.
