પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. પાટણ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહેતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સતત વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાટણના રાધપુરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાધનપુરમાં હાલ 5 ઇંચ વરસાદ નોધાયો છે. જ્યારે રાધનપુર મશાલી રોડ પર આવેલ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેને કારણે સ્થાનિકોને પારાવાર હેરાનગતિ થઈ રહી છે. એટલું જ નહીં રેફરલ હોસ્પિટલના પટાંગણમાં પાણી ભરાઈ ગયા છે. ઢીંચણસમા વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પટાંગણમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલની માગ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, જિલ્લાના રાધનપુર, હારિજ, શંખેશ્વર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. રાધનપુરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, દિયોદર પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટી તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો: Rescue Operation In Navsari: નવસારીના ધામડાચામાં સેનાનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન, યુદ્ધના ધોરણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા