પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં ચારેય તરફ જળબંબાકારની આકાશી આફત સર્જાઈ છે. સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદને કારણે ભીલોટ ત્રણ રસ્તાથી સુઈગામ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

પાણીના ભારે પ્રવાહને કારણે ટ્રક રોડ પર જ પલટી 

ઉપરવાસમાંથી સતત ધસમસતા પાણીનો પ્રવાહ આવવાના કારણે લોદરા ગામ નજીક એક અનિચ્છનીય ઘટના સામે આવી છે, જેમાં પાણીના ભારે પ્રવાહને કારણે એક ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે નાના-મોટા તમામ વાહનો માટે રસ્તો પસાર કરવો અત્યંત જોખમી બન્યો છે.

Heavy Rain in Santalpur Patan: Bhilot Suigam Road Flooded Truck Overturns

વહીવટી તંત્ર એલર્ટ 

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગ પરથી પસાર ન થવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો બંધ કરવાની તથા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી કરી રહી છે. 


આ પણ વાંચો    :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?