રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્ય માટે ગઈકાલે ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સાંજે 7:00 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદી-નાળા ઉભરાયા છે અને પરિસ્થિતિ ગંભીર બની હતી. બીજી તરફ સુરતમાં ગઈકાલે રાત્રે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને વહેલી તકે ઘરે પહોંચી જવા અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે સુરતમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.

પાણી ભરાતા પડી હાલાકી

મળતી માહિતી અનુસાર સુરતવાસીઓ ભારે વરસાદને લઈને હેરાન પરેશાન છે. ગઈકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવે સુરતના ઉમીયાધામ વિસ્તારમાં પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. આ સિવાય સણીયાગામાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સેવાભાવી લોકોએ કરીયાણા સહિતનો સામાન પહોંચાડ્યો છે. તેમજ અસરગ્રસ્ત લોકોની મદદે સેવાભાવી લોકો આવ્યા છે.

https://www.instagram.com/reel/DbIZzCJDVIy/?utm_source=ig_web_button_share_sheet

માંગરોળમાં ધોધમાર વરસાદ

આ સિવાય સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સહકારી મંડળીના ગોડાઉનમાં પાણી ઘૂસી ગયા છે, તો પીપોદરા ખાતે મંડળીના ગોડાઉનમાંપાણી ઘૂસ્યા છે. એટલું જ નહીં 3000થી વધુ ખાતરની ગુણ પાણીમાં પલળી જતા મંડળીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં ખાડીપૂરથી સારોલી ગામ બેટમાં ફેરવાયું છે. સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણી ભરાતા રહીશોને સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો છે. શ્રિયા હાઈટ્સના પાર્કિંગમાં પાણી ઘૂસી જતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

https://www.youtube.com/watch?v=Nooeqp9QteY

ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

સુરતના ઓલપાડના કીમમાં વરસાદથી હાલાકી પડી રહી છે. કીમના જમરુખ ગલીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેને લઈને ઘરવખરીનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને લઈને સ્થાનિકોએ પાણીના નિકાલની તંત્ર પાસે માંગ કરી છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ભારે વરસાદના પગલે મોટાભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. મોહન નદીમાં પાણીની ભારે આવક થતા બે કાંઠે વહી રહી છે. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી 11 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈને લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો સુરતમાં પર્વત ગોડાદરા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાડી અને વરસાદના પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. અનેક સોસાયટીના રસ્તા પાણી ભરાવવાના કારણે બંધ થઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે


આ પણ વાંચો: Heavy Rain: 4 વાગ્યા સુધીમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી ભયંકર આગાહી