દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા આફતના વરસાદથી વલસાડ, સુરત અને ડાંગ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારતનો અતિ મહત્વપૂર્ણ ગણાતો નેશનલ હાઇવે 48 ભારે પ્રભાવિત થયો છે. કુંડી અને સરોણ ગામ વચ્ચે નેશનલ હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જતાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ તરફનો બંને બાજુનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પાણીમાં અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો અટવાયા છે.
https://www.instagram.com/reel/DbFeh1Wgnor/?utm_source=ig_web_button_share_sheet
સુરત શહેરમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ આફત નોતરી
બીજી તરફ, સુરત શહેરમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ આફત નોતરી છે. ઉધના-નવસારી રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે મનપા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
https://youtu.be/hs5YUj6oAFA
હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ'
ડાંગ જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. ડાંગમાં પહાડી વિસ્તારોમાં મુસળધાર વરસાદથી અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગના ૧૩ જેટલા માર્ગો અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવર માટે બંધ કરી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સલામત રહેવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad : બોપલમાં દીપડા જેવું જંગલી જાનવર દેખાતા હડકંપ: કાર નીચે સંતાયા બાદ ભાગતો વીડિયો સામે આવ્યો, Video