જૂનાગઢ જિલ્લા પર જાણે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં આવેલા પલટા બાદ આજે બપોરે માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો હતો. માંગરોળ ટાઉનમાં માત્ર બે કલાકમાં જ  ઇંચ પાણી પડી જતાં સ્થાનિક નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે અને બજારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે.
જૂનાગઢ પંથકમાં મેઘતાંડવ અને નદીઓમાં પૂર
https://www.instagram.com/reel/DaSOe_piGv6/?utm_source=ig_web_button_share_sheet

ગામડાઓમાં પાણી-પાણીની સ્થિતિ

આકાશી આફત માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ માંગરોળના રૂરલ બેલ્ટમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. અમરાપુર, કાતરાસા, વડીયા, આંબેચા, વદાળા અને અવાણીયા ગામોમાં બપોર પછી ધોધમાર વરસાદ ખાબકતા કાચા રસ્તાઓ ધોવાઈ ગયા છે. જલંધર સહિતના આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો અને વીજળીના થાંભલા પ્રભાવિત થયા છે. માંગરોળના દરિયાકાંઠાની નજીક આવેલા રૂદલપુર, માનખેતરા, હુસેનાબાદ અને સીલ ગામોમાં તો લો-લાયિંગ એરિયા (નીચાણવાળા વિસ્તારો) માં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે.

ખેડૂતો ચિંતિત, મેઘલ નદી ગાંડીતૂર

માળીયા હાટીનામાં પડેલા 2 ઇંચ વરસાદ અને ઉપરવાસની અવિરત આવકના કારણે પંથકની મુખ્ય ગણાતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં મગફળી અને કપાસના વાવેતરને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. નદી કિનારાના ગામોના સરપંચોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે કે કોઝવે પર અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: આંતરજિલ્લા તસ્કર ગેંગનો મેહુલ બજાણીયા ઝડપાયો, 95 હજારનો મુદ્દામાલ જપ્ત