હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે એટલે કે 14 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 18 રાજ્યોમાં વરસાદ, ભારેપવન અને ગાજવીજ સાથે વીજળી થવાની સંભાવના છે. અનેક વિસ્તારોમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. લોકોને સતર્ક રહેવા અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
પર્વતીય રાજ્યો માટે ખાસ સાવચેતી રાખવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેજ પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાની, વીજ પુરવઠો ખોરવાઈ જવાની તેમજ ખેતીને નુકસાન થવાની આશંકા છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આકાશીય વીજળી પડવાનો ખતરો પણ યથાવત છે. જ્યારે પર્વતીય રાજ્યો માટે ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા ક્ષોભમંડળમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. ઉપરાંત મધ્ય આસામ અને નજીકના વિસ્તારોમાં પણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જેના કારણે અનેક રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે. જાણો દેશભરના હવામાનની સ્થિતિ...
દેશના 18 રાજ્યોમાં વરસાદ અને આંધીની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે એટલે કે 14 જૂને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, કેરળ, તમિલનાડુ અને મેઘાલયમાં વરસાદ અને તેજ આંધીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતો, માછીમારો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.