ભારતીય હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. દેશમાં ચોમાસા અને વરસાદને લઈને મોટું અનુમાન કરવામાં આવ્યું છે. પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ ગઈ છે. અલનીનોની સ્થિતિ ઝડપથી વિકસીત થઈ રહી છે. સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી સામાન્યથી ઉપર જઈ રહ્યું છે. અલનીનોના તમામ સંકેત અનુકૂળ નહીં હોવાનું હવામાન વિભાગનું માનવું છે. 


સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધારે

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ અલનીનો ચોમાસાને પ્રભાવિત કરી શકે છે. તેનાથી દુકાળ જેવી સ્થિતિ અને અનિયમિત વરસાદની આશંકા સેવાઈ રહી છે. ભારતીય મહાસાગર ડાયપોલ હાલમાં નોર્મલ છે. પરંતુ સકારાત્મક IOD વિકસિત થવાની સંભાવનાઓ છે. આ ચોમાસા માટે સહાયક પણ હોઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, કૃષિ અને જળ સંસાધનો પર નિરંતર મોનિટરિંગની જરૂર છે.  




ભારતમાં વરસાદની સ્થિતિની સંભાવનાને વધારી શકે

ભારત માટે સારી વાત એ છે કે, હિંદ મહાસાગરમાં પોઝિટિવ ઈન્ડિયન ઓસિન ડિપ્લો અથવા IOD વિકસિત થવાની સંભાવના છે. ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તેની શક્યતાઓ છે. આ અલ-નીનોની નેગેટિવ અસરને કેટલીક હદ સુધી તે ઓછી કરી શકે છે. આ ઉપરાંત ભારતમાં વરસાદની સ્થિતિની સંભાવનાને પણ વધારી શકે છે.  

અલ-નીનો એ એક કુદરતી જળવાયુ ઘટના

અલ-નીનો (El Niño) એ એક કુદરતી જળવાયુ ઘટના છે. જે પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધવા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરનો પૂર્વીય ભાગ ઠંડો રહે છે. કારણ કે ત્યાં નીચેથી ઠંડું પાણી ઉપર આવે છે. પરંતુ જ્યારે અલ-નીનો સક્રિય થાય છે ત્યારે પવનોમાં થતા ફેરફારને કારણે ગરમ પાણી પૂર્વ તરફ ફેલાઈ જાય છે. આનાથી આખા વિસ્તારનું તાપમાન વધી જાય છે. ઇન્ડિયન ઓસિન ડાયપોલ એ હિંદ મહાસાગરની એક મહત્વપૂર્ણ જળવાયુ ઘટના છે. તેને ક્યારેક ભારતીય અલ-નીનો પણ કહેવામાં આવે છે. આ ઘટના હિંદ મહાસાગરના પશ્ચિમી ભાગ અને પૂર્વીય ભાગ વચ્ચે દરિયાની સપાટીના તાપમાનમાં સર્જાતા તફાવત પર આધારિત છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: કોઈપણ ફરિયાદ ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેનો નિકાલ કરો : DGP જી.એસ. મલિક



  • Follow us on: