90ના દાયકાની સૌથી લોકપ્રિય એક્ટ્રેસીસમાંથી એક માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતા અને ગ્રેસથી લોકોના દિલ જીતી લે છે
50ની ઉંમર પાર કરવા છતાં તેમનો ચાર્મ અને સ્મિત ફેન્સને દીવાના બનાવી દે છે. એક્ટ્રેસ 59 વર્ષની ઉંમરે પણ અતિ સુંદર દેખાય છે. આજકાલ એક્ટ્રેસ ફિલ્મ માં બહેન માં જોવા મળી રહી છે
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફિટનેસની દુનિયાનું મોટું નામ છે. 51 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ, ગ્લોઇંગ સ્કીનઅને સ્ટાઇલિશ અંદાજ કેટલીય યુવાન એક્ટ્રેસીસને ટક્કર આપે છે
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની ચર્ચા આજે પણ દુનિયાભરમાં થાય છે. વધતી ઉંમરની અસર તેમના પર બિલકુલ દેખાતી નથી અને તેમનો એલિગન્ટ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે
કાન્સ 2026માં એક્ટ્રેસે હાજરી આપી હતી, જ્યાં તેમણે બધી લાઇમલાઇટ લૂંટી લીધી હતી
ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા પોતાની ક્યૂટ સ્માઇલ અને ફિટનેસ માટે જાણીતી છે. 51ની ઉંમરે પણ તે ખૂબ જ યુવાન જોવા મળે છે. પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં જ ફિલ્મ 'બંટવારા 1947' માં જોવા મળવાની છે
બોલીવુડની દમદાર એક્ટ્રેસ કાજોલ પોતાની શાનદાર એક્ટિંગ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. 50ની ઉંમર પાર કર્યા પછી પણ તેમની સુંદરતા અને કોન્ફિડન્સ માં કોઈ ઉણપ આવી નથી. એક્ટ્રેસ 51 વર્ષની ઉંમરે પણ અત્યંત સુંદર છે
ફિલ્મ મૈંને પ્યાર કિયાથી રાતોરાત સ્ટાર બનેલી ભાગ્યશ્રી આજે પણ પોતાની સાદગી અને સુંદરતા માટે જાણીતી છે. 57ની ઉંમરે પણ તેમનો નેચરલ ચાર્મ લોકોનું ધ્યાન ખેંચી લે છે.