જાણો વરસાદને ઇંચમાં કેવી રીતે માપવામાં આવે છે

ગુજરાતમાં અનેક સ્થાનો પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઠેર-ઠેર નદી અને તળાવ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે

હવામાન ખાતા દ્વારા વરસાદને લઈને આગાહી કરાય છે, જેના પરથી તમે જાણી શકો છો કેટલા ઇંચ વરસાદ પડયો

વરસાદ માપવા માટે 'રેન ગેજ' નામના ખાસ નળાકાર સાધનનો ઉપયોગ થાય છે, જે ખુલ્લા વિસ્તારમાં રાખવામાં આવે છે

રેન ગેજની અંદર એક પાતળી કાચ કે પ્લાસ્ટિકની નળી હોય છે જેના પર ઇંચ અને મિલીમીટરના નિશાન (સ્કેલ) દોરેલા હોય છે.

વરસાદનું પાણી વહી ન જાય, જમીનમાં શોષાઈ ન જાય કે બાષ્પીભવન ન થાય, સમતલ જમીન પર પાણીનું સ્તર બરાબર 1 ઇંચ હોય, જેને 1 ઇંચ વરસાદ પડયો કહેવાય

1 ચોરસ ફૂટની જગ્યા હોય કે 1 એકરનું ખેતર — જો ત્યાં 1 ઇંચ વરસાદ પડે, તો બંને જગ્યાએ પાણીની ઊંડાઈ 1 ઇંચ જ રહેશે.

હવામાન ખાતા દ્વારા દર 24 કલાકમાં (રોજ સવારે) રેન ગેજમાં એકઠું થયેલું પાણી માપીને દિવસનો કુલ કેટલા ઇંચ વરસાદ પડ્યો તે જાહેર કરવામાં આવે છે.

વરસાદી ઋતુમાં કેટલા ઇંચ વરસાદ પડયો તેની યોગ્ય માહિતી જાણી તમે પોતાના કાર્યોને અંજામ આપી શકો છો

More Web Stories

પાક વીમાનો ખેડૂતોને કયારે લાભ મળેભારતમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કોને મળે વધારે સેલરી?ચીન, ભારે વરસાદ કે બ્રહ્મપુત્ર નદી આસામમાં વિનાશક પૂર પાછળ જવાબદાર કોણ?જંતર-મંતરનું માલિક કોણ છે, પ્રદર્શન ન હોય ત્યારે વ્યવસ્થા કોણ સંભાળે?View All