પાક વીમાનો ખેડૂતોને કયારે લાભ મળે

ધરતીના તાત કહેવાતા ખેડૂતોના પાકને હવામાન અને કુદરતી આફતોના કારણે નિષ્ફળ જાય ત્યારે મોટું નુકસાન થાય છે

આવા સમયમાં ખેડૂતો માટે પાક વીમો ઉપયોગી થઈ શકે છે, ત્યારે એ પ્રશ્ન જરૂર થાય કે આ પાક વીમો ક્યારે કામમાં આવે છે

પાક વીમો ખેડૂતોને મુશ્કેલ સમયમાં નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરી શકે છે

દુષ્કાળ, પૂર, કરા કે ભારે વરસાદને કારણે પાકને નુકસાન થાય તો આ વીમો મદદ કરી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં, નિયમો અનુસાર જીવાતો અને રોગોથી થતા નુકસાન માટે પણ લાભ મળી શકે છે.

પાકની કાપણી કર્યા પછી ખેતરમાં સુકવવા કે રાખવામાં આવેલ પાકને ૧૪ દિવસની અંદર કુદરતી આફતોથી નુકસાન થાય તો આ પાક વીમો મદદ કરે છે

કમોસમી વરસાદ વીજળી પડવી કે જીવાત/રોગચાળા જેવા અનિવાર્ય સંજોગોને કારણે ઊભા પાકને નુકસાન થાય ત્યારે વીમો સહાય કરે છે

જળબંબાકારને કારણે ખેડૂત પાકની વાવણી કે રોપણી જ ન કરી શકે, તો પણ તેને વીમા કવરેજ હેઠળ આર્થિક સહાય મળે છે.

ખેડૂતો નુકસાનની તાત્કાલિક જાણ કરી સમયસર અરજી કરી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લઈ નાણાંકીય સહાય મેળવી શકે છે

More Web Stories

ભારતમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કોને મળે વધારે સેલરી?ચીન, ભારે વરસાદ કે બ્રહ્મપુત્ર નદી આસામમાં વિનાશક પૂર પાછળ જવાબદાર કોણ?જાણો વરસાદને ઇંચમાં કેવી રીતે માપવામાં આવે છેજંતર-મંતરનું માલિક કોણ છે, પ્રદર્શન ન હોય ત્યારે વ્યવસ્થા કોણ સંભાળે?View All