ગરબા પછી પગના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા અજમાવો 6 ઘરેલુ ઉપાયો

નવરાત્રિમાં આખી રાત ગરબા રમ્યા બાદ પગમાં થતા અસહ્ય દુઃખાવામાં આ ઘરેલુ ઉપાય તાત્કાલિક રાહત આપશે

એક ટબમાં હૂંફાળું નવશેકું પાણી લઈ તેમાં સિંધવ મીઠું ઉમેરી ૧૫-૨૦ મિનિટ પગ પલાળી રાખો. સ્નાયુઓ રિલેક્સ થશે અને સોજો તથા થાક ઉતરે છે.

જો પગ કે ઘૂંટીમાં સોજો અથવા બળતરા થતી હોય, તો કપડામાં બરફ લપેટીને ૧૦-૧૫ મિનિટ શેક કરવો.

હળવા હાથે સરસવ કે તલના તેલને સહેજ ગરમ કરીને પગના તળિયા અને પિંડીઓ પર માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે.

દીવાલનો ટેકો લઈને પગને ૯૦ અંશના ખૂણે ૧૦-૧૫ મિનિટ ઊંચા રાખવા અથવા સૂતી વખતે પગ નીચે ૨-૩ ઓશિકા મૂકવા. આનાથી પગનો સોજો ઉતરે છે.

પિંડી અને પંજાને હળવેથી આગળ-પાછળ સ્ટ્રેચ કરવા, જેથી રાત્રે આવતા સ્નાયુના ખેંચાણ (Cramps)થી રાહત મળે.

ગરબા દરમિયાન પરસેવાથી ડીહાઈડ્રેશન થવાથી પણ સ્નાયુઓ ખેંચાય છે. તેથી પૂરતું પાણી, લીંબુ પાણી અથવા નાળિયેર પાણી પીવું.

More Web Stories

શું ઇન્ફેક્શનથી પણ થઈ શકે છે કેન્સર? રિપોર્ટમાં થયો મોટો ખુલાસોયોગા કે કસરત કરવાનો સૌથી બેસ્ટ ટાઇમ કયો અને કેમ?મોંની દુર્ગંધ દૂર કરે છે આ એક પાનગુલાબનો છોડ શિયાળામાં સારો ઉગે ?View All