કડકડતી ઠંડીમાં વાસણ ધોવામાં થાય છે મુશ્કેલી? આ ટિપ્સથી કામ થશે સરળ

credits: meta ai

શિયાળાની કડકડતી ઠંડીમાં સવાર-સાંજ વાસણ ધોવાનું કામ ઘણીવાર મુશ્કેલ બની જાય છે. ઠંડા પાણીમાં હાથ નાખતાં જ ઠંડીનો અહેસાસ થાય છે અને વાસણ ધોવાનું મન થતું નથી.

ખાસ કરીને ઠંડીના દિવસોમાં રસોડામાં કામ કરતી મહિલાઓને વાસણ ધોવામાં ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ કેટલીક સરળ ટિપ્સ અપનાવીને આ કામને થોડું સરળ બનાવી શકાય છે.

સૌથી પહેલાં વાસણ ધોવા માટે ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.વાસણ ધોવા માટે રબરના ગ્લવ્સનો ઉપયોગ કરવાથી હાથ ઠંડા પાણીથી બચી શકે છે.

ખાસ કરીને અંદરથી કોટિંગવાળા ગ્લવ્સ શિયાળામાં વધુ આરામદાયક રહે છે.વાસણ ધોતા પહેલાં બધાં વાસણ એક જગ્યાએ ભેગાં કરી લો.

વાસણોને અલગ-અલગ ગોઠવવાથી ધોવાનું કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે.વધારે ચીકણાં વાસણોને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો.

વાસણ ધોવા માટે સારી ગુણવત્તાવાળા સ્પંજ અથવા સ્ક્રબરનો ઉપયોગ કરો.રસોડામાં ગરમ પાણીની સુવિધા હોય તો તેનો યોગ્ય ઉપયોગ કરો.

More Web Stories

નાનકડું જામફળ છે ગુણોનો ખજાનો! જાણો કયા વિટામિનથી છે ભરપૂરવારંવાર પાણી આપવાની ઝંઝટ નહી..ને ઘરની સુંદરતા વધશે.. વાવો આ છોડખાઓ કાચી ડુંગળી, શરીરને મળશે આ મોટા ફાયદા!ઘરમાં વારંવાર આવે છે જીવાતો? સફાઈ સિવાય આ 6 ઉપાય અજમાવોView All