જામફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં સંતરાની સરખામણીમાં લગભગ ચાર ગણું વધુ વિટામિન C હોય છે. આ ઉપરાંત, જામફળમાં વિટામિન A, વિટામિન E, વિટામિન K અને વિટામિન B-કોમ્પ્લેક્સની સાથે-સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ડાયેટરી ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં મોજૂદ હોય છે
જામફળમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઈબર સારી માત્રામાં હોય છે. તે મળત્યાગને સરળ બનાવે છે અને કબજિયાત, એસિડિટીની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે
જામફળ વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી મોસમી શરદી-ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે
જામફળનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે અને તેમાં ફાઈબર ભરપૂર હોય છે. તે લોહીમાં શુગરના શોષણને ધીમું કરે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ લાભદાયી ફળ છે
તેમાં રહેલા પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું કરે છે.