એલોવેરામાં કોલેજન, એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક પોષક તત્વો જોવા મળે છે.
તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે અને ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરે છે.
આખી રાત એલોવેરા લગાવવાથી તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખીલ (Acne) વધતા અટકાવે છે.
તે સ્કિનને ડ્રાય થતા રોકે છે અને ચહેરાની જરૂરી ભેજ તેમજ ફ્રેશનેસ જાળવી રાખે છે.
તે આંખો નીચેના કાળા કુંડાળા (Dark Circles) અને ચહેરાનો સોજો (Puffiness) ઓછા કરે છે.
એલોવેરા લગાવતા પહેલા તમારા ચહેરાને માઇલ્ડ ફેસ વોશથી બરાબર સાફ કરી લો.
ચહેરો સાફ કર્યા પછી કોઈ સીરમ ન લગાવો, માત્ર એલોવેરા જેલનું એક લેયર લગાવો.
જેલ લગાવ્યા પછી ચહેરા પર મસાજ ન કરો, તેને આખી રાત ત્વચામાં કુદરતી રીતે શોષાવા દો.
એલોવેરાના કૂલિંગ અને હીલિંગ ગુણો રાતભર તમારી ડેમેજ સ્કિનને રીપેર કરવાનું કામ કરશે.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.