આ સિઝનમાં ત્વચા પર જમા થતું વધારાનું તેલ અને ચીકાશ મુલતાની માટી સરળતાથી શોષી લે છે.
ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં થતા ખીલ અને બેક્ટેરિયાને વધતા અટકાવે છે.
ઉકળાટ અને બફારાના કારણે ત્વચા પર થતી બળતરા અને લાલચોળ ધાબામાં રાહત આપે છે.
ત્વચાના રોમછિદ્રોમાં ભરાયેલી ગંદકી અને પ્રદૂષણને ઊંડાણપૂર્વક સાફ કરીને સ્કીનને ગ્લોઇંગ બનાવે છે.
ત્વચા જો તૈલી (Oily) હોય તો મુલતાની માટીમાં ગુલાબજળ અથવા પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો.
ત્વચા જો ડ્રાય (સૂકી) હોય તો તેમાં દહીં અથવા મધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.
આ ફેસપેકને ચહેરા પર લગાવીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા સુકાય ત્યાં સુધી જ રાખવો.
પેક સુકાઈ ગયા પછી ચહેરાને સામાન્ય કે સહેજ નવશેકા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ મોઇશ્ચરાઇઝર ચોક્કસ લગાવો.