કંકોડા ખાઓ બીમારી ભગાવો, જાણી લો ફાયદા
કંકોડાનું શાક સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. તે મોટામાં મોટી બીમારીઓને સારી કરવા માટે ઉપયોગી છે.
કંકોડામાં વિટામીન -એ,સી, બી-6 , આયરન, કેલ્શ્યિમ, જિંક , ફાઈબર સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા છે.
આજકાલ કેટલાક લોકોને હૃદયને લગતી બીમારીઓ થાય છે. જેથી કંકોડામાં પોટેશિયમ રહેલું છે જે હાર્ટને હેલ્ધી રાખે છે.
જો તમારું પેટ ખરાબ રહે છે તો તમારે કંકોડાનું સેવન કરવું જોઈએ તેમા પૂરતા પ્રમાણમાં ફાઈબર રહેલું છે.
કંકોડમાં આયરન રહેલું છે જે લોહીની ઉણપને દૂર કરવા માટે લાભદાયી માનવામાં આવે છે.
બદલાતી ઋતુને લઈને આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે જેના માટે કંકોડાનું સેવન કરવું જોઈએ. તેમા વિટામીન સી હોય છે.